કેરળમાં મોટી કાર્યવાહી: આલિશાન ગેરકાયદેસર ઈમારતો વિસ્ફોટથી જમીનદોસ્ત કરાઈ, જુઓ VIDEO

કેરળ (Kerala) ના કોચ્ચિ સ્થિત મરદુ નગરપાલિકામાં બનેલી બહુમાળી ગેરકાયદેસર ઈમારતોને આજે સવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તોડી પાડવામાં આવી.

કેરળમાં મોટી કાર્યવાહી: આલિશાન ગેરકાયદેસર ઈમારતો વિસ્ફોટથી જમીનદોસ્ત કરાઈ, જુઓ VIDEO

મરદુ: કેરળ (Kerala) ના કોચ્ચિ સ્થિત મરદુ નગરપાલિકામાં બનેલી બહુમાળી ગેરકાયદેસર ઈમારતોને આજે સવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તોડી પાડવામાં આવી. સુપ્રીમ કોર્ટે તટીય વિનિયમન ક્ષેત્રના નિયમોના ભંગને લઈને આ ઈમારતોને ગેરકાયદેસર ઠેરવતા તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ આદેશનું પાલન કરીને નિયંત્રિત વિસ્ફોટ કરવામાં આવ્યાં જેમાં બે ગેરકાયદેસર એપાર્ટમેન્ટ્સને તોડી પાડવામાં આવ્યાં. 

— ANI (@ANI) January 11, 2020

આ અગાઉ સુરક્ષા  કારણોસર વિસ્તારમાં કલમ 14 4 લાગુ કરવામાં આવી અને કાયદેસર રીતે સાયરન વગાડીને લોકોને ઈમારતથી દૂર રહેવાની ચેતવણી અપાઈ હતી. આ એપાર્ટમેન્ટ્સને પહેલેથી ખાલી કરાવી લેવાયા હતાં. 

— ANI (@ANI) January 11, 2020

અગાઉ ગેરકાયદે એપાર્ટમેન્ટ હોલી ફેથ એચ 20ને સવારે 11 વાગે તોડી પાડવામાં આવી. ત્યારબાદ થોડી મિનિટોમાં અલ્ફા સેરેને કોમ્પલેક્સના ટાવરોને તોડી પાડવામાં આવ્યાં. તેમના જમીનદોસ્ત થતા જ ચારેબાજુ ધૂળ છવાઈ ગઈ. 

— ANI (@ANI) January 11, 2020

બંને એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને 11 જાન્યુઆરીના રોજ સવારે ગણતરીના કલાકો પહેલા જ બહાર કાઢી લેવાયા હતાં. બાકી બચેલી બે ઈમારતોને કાલે તોડવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news